પાટણ જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે SOGની મોટી કાર્યવાહી, બે શખ્સો ઝડપાયા!

Date:

પાટણ: તા: 23/10/2026 Amin ganchi દ્વારા

મેડિકલ ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા હોવાનો આક્ષેપ, દવાઓ અને ઇન્જેક્શન સહિત રૂ. 6,409નો મુદ્દામાલ કબજે

પાટણ જિલ્લામાં મેડિકલ ડિગ્રી અને જરૂરી લાઇસન્સ વિના દર્દીઓની સારવાર કરતા હોવાના મામલે એસ.ઓ.જી. પોલીસે બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ શહેરના એ ડિવિઝન અને સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેડિકલ ઓફિસરની સાથે કરવામાં આવેલી તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસની માહિતી મુજબ, બનાસકાંઠા રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પાટણના પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના તથા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન જયેશભાઈ જયંતીભાઈ ખત્રી (ઉંમર 68 વર્ષ) અને રાજેન્દ્રકુમાર મફતલાલ વ્યાસ (ઉંમર 65 વર્ષ) સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા બંને સ્થળેથી ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. 6,409.88નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

બંને આરોપીઓ વિરુદ્ધ પાટણ શહેર એ ડિવિઝન અને સમી પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુના નોંધાવવામાં આવ્યા છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. પાટણના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહીથી જિલ્લામાં ચર્ચા જાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related